મોરબીના રોહિદાસપરામાં ગટરના પાણી ભરાતા રોગચાળાની ભીતિ

- text


ઘણા સમયથી ઘરના આંગણે ગટરની ગંદકી ભરાયેલી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં ગટરની ગંદકીએ માજા મૂકી છે અને ગટરના પાણી શેરીમાં અને લોકોના ઘરના આંગણે ભરાયેલા હોવાથી ગંદકીને કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે. જો કે, ઘણા સમયથી ઘરના આંગણે ગટરની ગંદકી ભરાયેલી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસપરામાં આંબેડકર સ્કૂલની બાજુમાં ઘણા સમયથી ગટરની ગંદકી ઉભરાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં શેરી અને ઘરના આંગણે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા છે.જેથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ ઘર પાસે જ ગટરની ગંદકી હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. જો કે આ મામલે અનેક રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોય ગટરની ગંદકીની સમસ્યા વકરી રહી છે. આથી તંત્ર વહેલાસર આ ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text