ખાખરેચી ગામમાં સોમવારે સામાજિક નાટક ભજવાશે

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં સોમવારે સામાજિક નાટક અને હાસ્ય નાટક ભજવવામાં આવશે.

માળીયા મિયાણાના ખાખરેચી ગામમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભવાની ગરબી મંડળ દ્વારા રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની બાજુમાં તા. 11 ને સોમવારના રોજ રાત્રે 10 કલાકે સામાજિક નાટક સોનબાઈની ચુંદડી તેમજ કોમીક ગંગારામનો ગોટાડો રજુ કરાશે. આ કાર્યક્રમમાં નાટક નિહાળવા ગ્રામજનોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text