હળવદ પાલિકા દ્વારા રૂ.૭૮ લાખના સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાયું

- text


પક્ષા-પક્ષી નહિ માત્ર સર્વાંગી વિકાસ કામો થશે : પ્રમુખ રમેશભાઈ પારેજીયા

હળવદ : હળવદ પાલીકાના પાણીદાર પ્રમુખના હસ્તે શહેરના સર્વાંગી વિકાસ માટે શહેરના મોરબી દરવાજાથી મોરબી ચોકડી સુધી રૂ.૭૮લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

હળવદ શહેરમાં ચોમાસાની સીઝનમાં ઘણા બધા રોડ રસ્તાઓ તૂટી ગયા છે જેથી શહેરીજનોને સારા રોડ રસ્તા મળી રહે તે માટે હળવદ પાલિકા દ્વારા શહેરમાં નવા રોડ બનાવવાનું કામ ચાલુ કરી દેવાયું છે.જેમાં મોરબી દરવાજાથી મોરબી ચોકડી સુધીના 1450 મીટર લંબાઈ ધરાવતા ડામર રોડની જગ્યાએ સીસી રોડ બનાવવાનું નક્કી કરાયું છે જે રૂ. 78 લાખના ખર્ચે બનશે જેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ તકે પાલિકા પ્રમુખ રમેશભાઇ એ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં શહેરના જે જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેનું નવિનીકરણ કરવામાં આવશે સાથે જ શહેરીજનોની સુખાકારી માટે હળવદ પાલિકા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,પાલિકા પ્રમુખ રમેશભાઇ પારેજીયા,હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, જશુભાઈ પટેલ,રમેશભાઈ ભગત બીપીનભાઈ દવે,ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત પાલિકાના સદસ્ય અને હળવદ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text