હળવદના ઢવાણા સબ સેન્ટરને સાપકડા પીએચસીમાં સમાવેશ કરવા માંગ

- text


તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહિપાલસિંહ ઝાલાની રજૂઆત

હળવદ: હળવદ તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ ઢવાણા આરોગ્ય સબ સેન્ટરને રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બાકાત કરી સાપકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ કરવા તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી બને તેટલી ઝડપથી આ કામગીરી કરવા ભાર મૂક્યો છે.

હળવદ તાલુકાના ઢવાણા ગામે આવેલ સબ સેન્ટર ઢવાણાથી ૨૫ કિલોમીટર દૂર આવેલ રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવે છે. જો કે, ઢવાણાથી સાપકડા માત્ર સાત કિલોમીટર જ દૂર છે. અને અહીં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય જેથી હળવદ તાલુકા પંચાયતના નેતા વિપક્ષ મહિપાલસિંહ ઝાલાએ હળવદ તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ઢવાણાં સબસેન્ટરને રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બાકાત કરી સાપકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ કરવા માંગ કરાઇ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text