મોરબી કૃષિ બીલ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

- text


પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસી આગેવાનોની અટકાયત 

કાર્યકરોને અટકાયત કરીને લઈ જતી પોલીસ જીપ બંધ પડી ગઈ, ટ્રાફિકજામ

મોરબી : ખેડૂત વિરોધી ત્રણ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠન દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં મોરબીમાં કોંગ્રેસ દ્વારા માર્કેટીંગ યાર્ડ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને માર્કેટીંગ યાર્ડમાં બંધ માટે પહોંચે એ પૂર્વે જ પોલીસે કોંગીસી આગેવાનોની અટકાયત કરી હતી. બાદમાં આ આગેવાનોને લઈને જતી પોલીસની જીપ રોડની વચ્ચે જ બંધ પડી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

મોરબીમાં કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બીલના વિરોધમાં અપાયેલા ભારત બંધના સમર્થનમાં મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીભાઈ પેટલની આગેવાનીમાં કિશાન કોંગ્રેસ સહિતના હોદેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં કિશાન સંઘ અને કોંગ્રેસ સમિતિ દ્વારા માર્કેટીંગ યાર્ડ પાસે ભારે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો સામેના ‘કાળા કાયદા રદ કરો’, ‘ભાજપ પ્રેરિત દાદાગીરી બંધ કરો’, ‘ભાજપ ભગાવો દેશ બચાવો’ સહિતની નારેબાજી કરી હતી અને આ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી કોંગ્રેસના આગેવાનો માર્કેટીંગ યાર્ડમાં અંદર પહોંચે એ પહેલાં જ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

- text

આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, કોંગી અગ્રણી કે.ડી.બાવરવા, મુકેશ ગામી સહિતના કોંગ્રેસના અગ્રણીઓની પોલીસે અટકાયત કરીને પોલીસની જીપમાં લઈ જતા હતા. આ પોલીસની જીપ માર્કેટીંગ યાર્ડની બહાર નીકળી કે તરતજ તે ગાડીમાં ડીઝલ ખલાસ થઈ જતા રોડની વચ્ચે જ આ પોલીસની ગાડી બંધ પડી હતી. આથી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સાથેસાથે પોલીસ અણીના સમયે જ વાહનમાં ડીઝલ પુરાવવાનું કેમ ભૂલી ગઈ એ મુદ્દે પણ રમૂજ ફેલાઈ હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text