સિરામીક ફેક્ટરીમાંથી કિંમતી પેબલ પથ્થર ચોરી કરી વેચવાનું કૌભાંડ ઝડપાયું

- text


મોરબી તાલુકા પોલીસ ટીમે ભળીયાદ કાંટા નજીકથી શંકાસ્પદ બાચકા લઈને નીકળેલા શખ્સોને અટકાવતા ચોરીનો ભાંડો ફૂટ્યો

મોરબી : સિરામીક ફેકટરીમાં ગ્લેઝ ટાઇલ્સના બોઇલ મિલમાં પેબલ નામના કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે એક સિરામીક ફેકટરીમાંથી આવા કિંમતી પેબલ પથ્થરોની ચોરી કરી વેચવાની પેરવી કરી રહેલ ત્રણ ઇસમોને તાલુકા પોલીસે ઝડપી લઈ નવતર ચોરીનો ભેદ ખોલ્યો છે.

મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે સી.ડી. ડીલક્ષ મોટર સાયકલ નંબર GJ-03-KS-1758 વાળામાં ચોરીથી મેળવેલા પેબલ (પથ્થર) વેચવા, સગેવગે કરવાની પેરવી કરી રહેલા ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા (ઉ.વ.૨૦, રહે. ક્રાઉન સિરામીક, રફાળેશ્વર રોડ, મુળ રહે. જુની મોરવાડ, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર) તથા મહેશભાઇ વિનુભાઇ તાવીયા, (ઉ.વ.૨૩, રહે. ભડીયાદ, બહુરચર માતાજીના મંદિર પાછળ, તા.જી.મોરબી, મુળ રહે. રામપરા, તા.ગઢડા, જી.બોટાદ)ને ચાર બાચકા પેબલ પથ્થર સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા યોગ્ય ઉત્તર આપી શક્યો ન હતો અને આકરી પૂછપરછ કરતા પથ્થરનો આ જથ્થો ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા (રહે. ભડીયાદ, તા.જી.મોરબી) ઓએ ક્રાઉન સિરામીકમાંથી છુટક-છુટક રાત્રી દરમ્યાન ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું.

- text

બાદમાં પોલીસ ટીમે ભાવેશ ચતુરભાઇ ઝાપડીયા રહે. ભડીયાદ, બહુચર માતાજીના મંદિર પાછળ ભાડેથી રાખેલ રૂમમાં બન્ને શખ્સોને સાથે રાખી તપાસ કરતા હોવા ભડીયાદ, બહુચર માતાજીના મંદિર પાછળ આવેલ પાર્થ ભુદરભાઇ પટેલના મકાનમાં તપાસ કરતા મકાનમાંથી અન્ય ૨૭ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ભરેલ કૂલ બાચકા નંગ-૩૧ કિં.રૂ.૬૦,૦૦૦ તથા હિરો કંપનીનુ ડીલક્ષ મો.સા. જેના રજી.નં. GJ-03-KS-1758 વાળુ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કૂલ રૂ.૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કાર્યવાહી કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text