મોરબીમાં બાઇકમાં વિદેશી દારૂની હેરફરી કરતો એક ઝડપાયો, ચાર ફરાર

- text


મોરબી : મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે જોન્સનગર વિસ્તારમાં બાઇકમાં વિદેશી દારૂની હેરફરી કરતા એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ચાર આરોપીઓના નામો આ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલતા પોલીસે આ ચારેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે ગઈકાલે જોન્સનગર ગેસ ગોડાઉન પાછળ શેરીમા જી.જે.-૩૬-પી-૪૧૭૯ નંબરના બાઇકમાં વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા આરોપી મહમ્મદભાઇ હાજીભાઇ મુસાણીને મેકડોલ નં ૦૧ ઓરીજનલ લખેલ કંપનીની કાચની કંપની શીલબંધ બોટલો ૭૫૦ એમ.એલ.ની કુલ નંગ ૦૩ જે એક ની કી.રૂ.૪૯૦ લેખે બોટલ નંગ ૦૩ ની કી રૂ ૧૪૭૦ તથા બાઈક કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૧,૪૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આરોપીઓ અસ્લમ હાજીભાઇ ખોડ, શાહરૂખ હાજીભાઇ ખોડ, એઝાઝ, રીયાઝ હાજર નહિ મળી આવતા પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text