મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારે 27 સ્થળોએ વેકસીનેશન : 1420 ડોઝ ફાળવાયા

- text


 

આજે જિલ્લામાં 6884 લોકોને વેકસીનના ડોઝ અપાયા

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે 27 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 1420 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજે યોજાયેલા વેકસીનેશન કેમ્પમાં કુલ 6884 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરુવારે જિલ્લાના 27 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં મોરબી તાલુકામાં 8, ટંકારા તાલુકામાં 7, વાંકાનેર તાલુકામાં 5, માળિયા તાલુકામાં 1, હળવદ તાલુકામાં 6 સ્થળોએ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. આ તમામ સ્થળો માટે કુલ 1420 ડોઝ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજરોજ આયોજિત વેકસીનેશન કેમ્પમાં 45થી વધુ ઉંમરના 1384 લોકોને તથા 18થી 44 વર્ષની ઉંમરના 5475 લોકોને તથા 25 લોકોને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ 6884 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

- text