MCX ડેઈલી રિપોર્ટ : બુલડેક્સમાં નોંધાયો 1,53,900 યુનિટનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ

- text


સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં ઘટાડો: સીપીઓ, કપાસ, કોટન, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈ

બુલડેક્સ ફ્યુચર્સમાં 120 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 166 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,70,570 સોદાઓમાં કુલ રૂ.14,124.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 120 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 166 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

દરમિયાન, 17 સપ્ટેમ્બરને શુક્રવારે એમસીએક્સના બુલિયન ઈન્ડેક્સ (બુલડેક્સ)ના વાયદામાં 1,53,900 યુનિટ એટલે કે 3,078 લોટ્સ (1 લોટ એટલે 50 યુનિટ)નો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો, જે તેના પ્રારંભથી અત્યાર સુધીનો સૌથી વધુ છે.

સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ પર 81,031 સોદાઓમાં કુલ રૂ.4,377.06 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.45,930ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,176 અને નીચામાં રૂ.45,880 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.82 વધી રૂ.46,068ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.37,171 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.4,601ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.59,531 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,200 અને નીચામાં રૂ.59,222 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.196 ઘટી રૂ.59,796 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.280 ઘટી રૂ.60,037 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.272 ઘટી રૂ.60,031 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 16,397 સોદાઓમાં રૂ.3,039.33 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.225.90 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.254ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12 ઘટી રૂ.709.15 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.20.4 ઘટી રૂ.1,451.50 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 46,078 સોદાઓમાં કુલ રૂ.3,936.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,272ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,293 અને નીચામાં રૂ.5,171 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.84 ઘટી રૂ.5,197 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.20 ઘટી રૂ.376.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 2,498 સોદાઓમાં રૂ.325.96 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,373ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1373 અને નીચામાં રૂ.1373 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.50 ઘટી રૂ.1,373 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,251ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,251 અને નીચામાં રૂ.17,050 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.442 ઘટી રૂ.17,096ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1120.50 અને નીચામાં રૂ.1102 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.90 ઘટી રૂ.1110 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.80 ઘટી રૂ.921.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.330 ઘટી રૂ.25,270 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,702 સોદાઓમાં રૂ.2,057.90 કરોડનાં 4,469.593 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 67,329 સોદાઓમાં કુલ રૂ.2,319.16 કરોડનાં 386.755 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.355.45 કરોડનાં 15,755 ટન, જસતના વાયદાઓમાં રૂ.332.31 કરોડનાં 13,105 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,202.55 કરોડનાં 16,957.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,087.99 કરોડનાં 7,533 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.61.03 કરોડનાં 3,310 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,123 સોદાઓમાં રૂ.1,011.38 કરોડનાં 19,36,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 34,955 સોદાઓમાં રૂ.2,925.16 કરોડનાં 7,87,87,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 396 સોદાઓમાં રૂ.32.83 કરોડનાં 12925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 507 સોદાઓમાં રૂ.19.94 કરોડનાં 214.2 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.48 કરોડનાં 28 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,566 સોદાઓમાં રૂ.272.63 કરોડનાં 24,730 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,275.020 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 707.643 ટન, એલ્યુમિનિયમમાં 17,045 ટન, જસત વાયદામાં 8,975 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,162.500 ટન, નિકલ વાયદામાં 2,575.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,900 ટન, ક્રૂડ તેલમાં 4,45,300 બેરલ અને નેચરલ ગેસમાં 1,42,45,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 56600 ગાંસડી, મેન્થા તેલમાં 478.8 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 81,260 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 1,984 સોદાઓમાં રૂ.164.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 829 સોદાઓમાં રૂ.63.71 કરોડનાં 931 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,155 સોદાઓમાં રૂ.101.27 કરોડનાં 1,275 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,877 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 913 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,670ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,740 અને નીચામાં 13,620ના સ્તરને સ્પર્શી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી 13,692ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,963ના સ્તરે ખૂલી, 166 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 199 પોઈન્ટ ઘટી 15,885ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ ખાતે 22,582 સોદાઓમાં રૂ.2,280.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે પ્રીમિયમ રૂ.46.83 કરોડનું થયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.654.74 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.64.89 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,559.38 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text