મોરબીમાં ડબલ મર્ડર કેસના ચાર આરોપીઓને જેલહવાલે કરાયા

- text


મોરબી : મોરબીમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવાના બનાવમાં ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ મોટલાણીની હત્યાના કેસમાં પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરી હતી. સાથે આરોપીઓ પાસેથી હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text