મોરબીના વોર્ડ નં.-4માં વરસાદના લીધે બિસ્માર રોડ-રસ્તા રીપેર કરવાની માંગ

- text


બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન

મોરબી : મોરબી શહેરના વોર્ડ નં.-4માં રોડ-રસ્તાની બિસ્માર હાલત તથા સ્ટ્રીટ લાઈટની સમસ્યાઓ તથા પ્રશાસનની બેદરકારી બાબતે મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અશ્વિનકુમાર ટુંડિયા અને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબીમાં વોર્ડ નં.-4 તથા બૌધનગર સોસાયટી તરફ નજરબાગ રેલ્વે સ્ટેશનથી જવાનો રસ્તા પર લગભગ પૂરા ચોમાસા દરમિયાન લોકો તકલીફ ભોગવી રહ્યા છે. વોર્ડ નં.-4 ના ગાંધી સોસાયટી તથા બૌધનગર સોસાયટીના વિસ્તારના લોકો રસ્તામાં ભરાઈ રહેલ પાણીથી સ્કુલે જવા માટે બાળકો ચાલી પણ શકતા નથી અને મહિલાઓ કે પુરુષો પણ આ રસ્તા પર ચાલી ન શકે તેવી કફોડી હાલત છે.

આ સમસ્યા અંગે પ્રશાસનના કાઉન્સીલર તથા ભડિયાદના સરપંચને વારંવાર ફોન કરી રહ્યા છે ત્યારે માત્ર મીઠા જવાબ સિવાય અને માત્ર સાંત્વના જ મળે છે કે આજે કરાવી આપશુ, કાલ થઈ જશે પરંતુ તે લોકો જોવા પણ આવતા નથી અને કોઈપણ જાતની વ્યવસ્થા પણ કરતા નથી. ગાંધી સોસાયટી વોર્ડ નં. 4ના રોડ, જે નગરપાલીકા દ્વારા RCC રોડ પાસ થઈ ગયેલ છે અને તેનુ ખાતમુહૂર્ત પણ થઈ ગયેલ છે, તેના સાત મહિના થઈ ગયા છે. ત્યારબાદ આજ દિવસ સુધી પ્રશાસનના લોકો હજુ સુધી ડોકિયું કરવા પણ નથી આવ્યા તો રોડની વાત તો ત્યાં રહી પરંતુ ચોમાસામાં પડતી મુશ્કેલી પણ દુર નથી કરી શકયા.

- text

તો તાત્કાલીકના ધોરણે રસ્તામાં થઈ ગયેલ મોટા ગાબડાનું પુરાણ કરવામાં આવે અને વહેલી તકે જો આ રોડનું કામ નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરી એ ગાંધી સોસાયટી તથા બૌધનગરના તમામ રહિશો ઉપવાસ આંદોલન પર બેસીશુ તેની નોંધ લેવા રજૂઆતમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text