હળવદના જુની જોગડ ગામમાં ડબલ મર્ડર

- text


ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલતા બન્ને પક્ષે એક એક મોત

હળવદ : હળવદ તાલુકાના જૂની જોગડ ગામે આજે ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિના મોત નિપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના જૂની જોગડ ગામે આજે સાંજના સમયે ભેંસ ચરાવવા બાબતે થયેલી માથાકૂટ લોહિયાળ બની હતી. અને જોત જોતામાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા આ ઘટનામાં રઘુભાઈ કોળી તથા નવઘણભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.

જૂની જોગડ ગામે બનેલ ડબલ મર્ડરની ઘટનાને પગલે મોરબી એલસીબી, અને હળવદ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text