તમામ અટકળોનો અંત : રાજ્યના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ

- text


આનંદીબેન પટેલના આગ્રહથી ટીકીટ મેળવનાર ઘાટલોડિયાના ધારાસભ્યનું નામ જાહેર કરી હાઇકમાન્ડે સૌને ચોંકાવ્યા

મોરબી : ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે બાબતે મીડિયા અને રાજકીય આલમમાં અનેક ચર્ચાઓ ચાલતી હતી. જેનો વડાપ્રધાન મોદી સ્ટાઇલમાં અંત આવવાને સાથે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી જાહેર થયા છે. ભુપેન્દ્રભાઈ પટેલ આનંદીબેન પટેલના ખાસ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા સાથે પણ નિકટતમ નાતો ધરાવે છે.

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી 1995થી રાજકીય સફર શરૂ કરી હતી અને અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને સૌથી વધુ મોટી લીડ તેમને મળી હતી. જો કે તેમને ટીકીટ માટે છેલ્લે સુધી સસ્પેન્સ રહ્યા બાદ આનંદીબેન પટેલના આશીર્વાદથી ટીકીટ મળ્યાનું મનાઈ રહ્યું છે.

- text

સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમા મહત્વની જવાબદારી નિભાવી રહેલા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા સાથે નજીકના સંબંધો છે. ત્રણ દિવસ પૂર્વે અમદાવાદ ઉમિયા કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બન્ને સાથે રહ્યા હોવાનું પણ ગોવિંદભાઇ વરમોરાએ મોરબી અપડેટને જણાવ્યું હતું.

ભૂપેન્દ્રભાઈ પટેલ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા. તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે. 15 જુલાઈ, 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધી ભણેલા છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text