પ્રમાણિકતા : ગેસ બિલ ભરતી વખતે ભુલાયેલું રૂ. 5000 સાથેનું પાકીટ મૂળ માલિકને પરત કરાયું

- text


મોરબીના સામાકાંઠે ગેસ બિલ કલેક્શન સેન્ટરના કર્મચારીની પ્રમાણિકતા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ગેસ બિલ કલેક્શન સેન્ટરમાં ગેસ બિલ ભરતી વખતે એક મહિલા તેમનું રૂ.5000 સાથેનું પાકીટ ભૂલી ગયા હતા. આથી ગેસ બિલ કલેક્શન સેન્ટરના કર્મચારીએ એ મહિલાને શોધી કાઢી, તેમને રૂ.5000 સાથેનું પાકીટ પરત કરીને પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.

મોરબી-2 વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત ગેસ લિમિટેડના ઓથોરાઇઝ ગેસ બિલ કલેક્શન સેન્ટર (મહાવીર સખી મંડળ) ખાતે ગઈકાલે તા 8 ના રોજ સવારે 11:00 વાગ્યાની આસપાસ નયનાબેન વિનોદકુમાર જોશી નામના ગ્રાહક ગેસ બિલનું ચુકવણું કરવા માટે ગયા હતા. તે દરમિયાન ગેસ બિલ ભર્યા બાદ તેઓ પોતાનું પાકીટ કેશ કાઉન્ટર ઉપર જ ભૂલી ગયા હતા. બાદમાં કલેક્શન સેન્ટરના કર્મચારી ચંદ્રેશભાઇ કોઠારીએ પાકીટ સાચવીને મૂળ વ્યક્તિને પરત કરવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હેડ ઓફિસમાંથી મૂળ વ્યક્તિની માહિતી મંગાવી કોન્ટેક કરી, આજે આ કલેક્શન સેન્ટરના પ્રોજેક્ટ ઇન્ચાર્જ રોનકભાઇ કોઠારીના હસ્તે મૂળ વ્યક્તિ (નયનાબેન)ને પાકીટ પરત કરીને પ્રમાણિકતા દાખવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text