મોરબીમાં પી. જી. પટેલ કોલેજ તથા લાયન્સ ક્લબ દ્વારા વેક્સીનેસન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં NSS UNIT – પી. જી. પટેલ કોલેજ – મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી – નજરબાગના સંયુક્ત ઉપક્રમે મેગા વેક્સીનેસન કેમ્પ યોજાયો હતો.

મોરબીની પી. જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શનથી પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ, કુટુંબીજનો અને મોરબીની જાહેર જનતાના લાભાર્થે આજે તા. 9ને ગુરુવારે મેગા વેક્સીનેસન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ તેમજ બીજો બંને ડોઝ આપવાની વ્યવસ્થા રાખેલ હતી.

કેમ્પની શરૂઆત વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો જિનદાસ ગાંધી, અનિલભાઈ કંસારા, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગનાં પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, પીયુષ પટેલ, કે. પી. ભાગિયા અને કલબના હોદેદારો જોડાયા હતા. આ કેમ્પમાં કોલેજના વિધાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં રસીકરણ માટે હાજર રહીને જનજાગૃતિનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કેમ્પમાં પ્રથમ અને બીજો એમ કુલ મળીને 125થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે પી. જી. પટેલ કોલેજના પ્રાધ્યાપકોએ સઘન વ્યવસ્થા સંભાળી હતી. આ તકે સંસ્થાનાં આચાર્યએ કેમ્પમાં સહયોગ આપનાર આરોગ્યકર્મીઓ અને તમામનો અભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text