જન્મથી બહેરા-મૂંગા બાળકો માટે 12 સપ્ટેમ્બરે સારવાર-નિદાન કેમ્પ

- text


1થી 6 વર્ષના બાળકો માટે વિશેષ કેમ્પમાં રજીસ્ટ્રેશન ફરજીયાત

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરને રવિવારના રોજ શિવમ હોસ્પિટલ મોરબી ખાતે જન્મથી બહેરા મૂંગા બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આગામી તા.12ના રોજ રામચોક ખાતે આવેલી શિવમ હોસ્પિટલ ખાતે એકથી છ વર્ષના બહેરા મૂંગા બાળકો માટે આધુનિક મશીનથી નિદાન સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરના કોકિલયર ઇમ્પ્લેન્ટ સર્જન ડો.નીરજ સુરી હાજરી આપશે. ઉપરાંત લાયન્સ બહેરા-મૂંગા પ્રોજેક્ટના ચેરમેન ચંદ્રકાન્ત દફતરી વિશેષ હાજર રહેશે.

- text

આ ઉપરાંત, જે બાળકોના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો પણ કેમ્પમાં ભાગ લઈ શકશે. નિદાન કેમ્પમાં નવજાત શિશુને માત્ર ૧૫ સેકન્ડમા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં. જેથી, દરેક માતાપિતાએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. કેમ્પમાં તપાસ માટે નામ નોંધવા માટે મોબાઈલ નંબર 84608 43715 તથા 80002 40902 ઉપર સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text