વાંકાનેરમાં કેન્સરની ગાંઠથી પીડાતી ભેંસને જીવતદાન

- text


હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે ભેંસની કેન્સરની ગાંઠની સફળતા પૂર્વક સર્જરી કરી બચાવી લીધી

વાંકાનેર : વાંકાનેર પંથકમાં કેન્સરની ગાંઠથી પીડાતી ભેંસને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે જીવતદાન આપ્યું છે. જેમાં હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે ભેંસની કેન્સરની ગાંઠની સફળતા પૂર્વક સર્જરી કરી મોતના મુખમાંથી ઉગારી લીધી છે.

- text

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા હીરાભાઈ કાળોતરા નામના માલધારીની ભેસ છેલ્લા 8 મહિનાથી કેન્સરની ગાંઠથી પીડાતી હતી. આ બનાવની જાણ થતાં આજે હરતા ફરતા દવાખાનું કામ કરતા ડો. તાલિબ હુસેન અને પાયલોટ કમલરાજસિંહ રાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પશુ દવખાનાની ટીમે ભેંસની ગાંઠની એક કલાક સુધી સર્જરી કરીને આશારે 15 કિલોની કેન્સરની ગાંઠ કાઢી હતી અને ભેંસનો જીવ બચાવી લીધો હતો. ત્યારે 10 ગામ દીઠ ચાલતું આ હરતું ફરતું પશુ દવાખાનું 10 ગામમાં રહેતા માલધારી માટે આશીર્વાદ રૂપ બની રહી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text