મોરબીમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 6ની ધરપકડ

- text


વાંકાનેરના ભીમગુડા નજીક જુગાર રમતા બે પકડાયા, છ ફરાર

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ વ્યાપક બનતા પોલીસે તવાઈ યથાવત રાખી છે. જેમાં મોરબીમાં પોલીસે મહિલા સંચાલિત જુગારધામ ઝડપી લઈ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વાંકાનેરના ભીમગુડા નજીક પોલીસે જુગાર રમતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને છ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના રણછોડનગર ગરબી ચોક પાણીની ટાંકી પાસે રહેતી શબાનાબેન સતારભાઇ શેખ નામની મહિલાપોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસે તે મકાનમાં રેઇડ કરીને મકાનમાં જુગાર રમતા શબાનાબેન સતારભાઇ શેખ, ભાવનાબેન સુધીરભાઇ ઠાકર, ક્રિષ્નાબેન પ્રફુલભાઇ પરમાર, રાહુલભાઇ કમલેશભાઇ જોગીયાણી, નિલેશભાઇ મનસુખભાઇ જોગેલા, રાજુભાઇ ઉર્ફે રાજીયો ખીમજીભાઇ પરમારને રોકડા રૂપીયા ૨૭,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં આવેલ વાડીની નજીક જાહરેમાં જુગાર રમતા આરોપીઓ જગદીશભાઇ બચુભાઇ કલોલા, સવજીભાઇ તેજાભાઇ વીંજવાડીયાને રોકડ રૂપીયા રર,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે સ્થળ પરથી જુગાર રમતા અન્ય આરોપીઓ અનીલભાઇ રણછોડભાઇ રાતોજા, પરબતભાઇ લક્ષ્મણભાઇ વીંજવાડીયા, જીતો લાખાભાઇ વીરસોડીયા, મનસુખભાઇ કુકાભાઇ ચારલા, અજયભાઇ વાઘજીભાઇ વિઝવાડીયા, લાલજીભાઇ વેલજીભાઇ બાવરવા નાસી છૂટ્યા હતા. આથી, પોલીસે આ ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text