દીકરી વિશે એલફેલ વાતો કરવા મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે બઘડાટી

- text


મોરબીના લીલાપર રોડ ઉપર નળીયાના કારખાના પાસે મારામારીની ઘટનામાં સામસામી ફરિયાદ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળીયાના કારખાના પાસે દીકરી વિશે એલફેલ વાતો કરવા મામલે બે ભાઈઓના પરિવારો બાખડી પડ્યા હતા અને બન્ને પરિવારના સભ્યો વચ્ચે મારમારી થઈ હતી. જેમાં બન્ને પરિવારના મળીને ચારથી વધુ સભ્યોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે બન્ને પરિવારોએ એકબીજાને માર માંર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળીયાના કારખાના પાસે રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણીએ તેના ભાઈ જસમતભાઈ નટુભાઈ વિકાણી તેમજ જયેશભાઇ જસમતભાઈ અને જીતેશભાઈ જસમતભાઈ, જેમલ જસમતભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની દીકરી અગાઉ કોઈ સાથે ભાગી ગઈ હોય આ મુદ્દે આરોપી એલફેલ બોલતા હોય ફરિયાદીએ તેમ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી અને તેમના બે પુત્રોને લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

સામાપક્ષે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આનંદનગર પાસેના ગુલાબનગરમાં રહેતા જીતેશભાઈ જસમતભાઈ વિકાણીએ આરોપીઓ કેશુભાઈ નટુભાઈ વિકાણી, સાગરભાઈ કેશુભાઈ અને રાજુભાઇ કેશુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના લીલાપર રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં પરિવારના અન્ય સભ્યો સાથે હજાર હતા.ત્યારે આરોપીઓએ ત્યાં આવી મારી દીકરી વિશે કેમ એલફેલ વાતો કરો છો તેમ કહી ઉશ્કેરાયેલા આરોપીઓએ પાવડાના હાથા વડે ફરિયાદી અને તેના પરિવારના સભ્યોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text