ટીવી સિરિયલ, વેબસિરિઝથી લઈ એડ ફિલ્મોમાં છવાઈ જતી મોરબીની બેબીડોલ ત્રિશા કોઠડિયા

- text


સોની ટીવીના બડે અચ્છે લગતે હૈ સિઝન ટુ અને કીર્તિદાન ગઢવીના મેઘા આલ્બમમાં પણ જોરદાર અભિનય

મોરબી : મોરબીની બેબીડોલ ત્રિશા કોઠડીયા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. માત્ર છ જ વર્ષની ઉંમરે ત્રિશાએ એડ ફિલ્મથી લઈ વેબ સિરીઝ અને સોની ટીવીના બડે અચ્છે લગતે હૈ સિઝન ટુ માં કલા અભિનયના ઓજસ પાથર્યા છે, આવતીકાલે ત્રિશા અભિનીત કીર્તિદાન ગઢવીનો આલ્બમ મેઘા રિલીઝ થઈ રહ્યો છે.

મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સેકેન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી ત્રિશા કોઠડીયાને બચપણમાં જ અભિનય જાણે વારસામાં મળ્યો હોય તેમ એક પછી એક સફળતાનાં શિખરો પાર કરી, વિડીયો આલ્બમ, એડ ફિલ્મ, ટીવી સિરિયલ, વેબ સિરીઝમાં ચમકી રહી છે. ત્રિશાએ અત્યાર સુધીમાં ડિઝની આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ એડની સાથે ફ્રીડમ, છલ, ક્રાઇમ જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે. ઉપરાંત સોની ટીવીની બડે અચ્છે લગતે હૈ સિઝન ટુ માં પણ રોલ અદા કર્યો છે જેનો પ્રોમો ટૂંક સમયમાં રિલીઝ થનાર છે.

ત્રિશાના પપ્પા રાકેશભાઈ કોઠડીયા મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ત્રિશાના મમ્મી પાયલબેન કોઠડીયા હાલ ત્રિશાના એજ્યુકેશનની સાથે બીઝી શૂટિંગ શેડ્યુલને મેઇન્ટેઇન કરી રહ્યા છે.

- text

નોંધનીય છે કે, ત્રિશાએ અત્યાર સુધીમાં એક્ટ્રેસ પૂજા જોશી સહિતના અનેક કલાકારો સાથે કામ કરવાનો ચાન્સ મેળવવાની સાથે જાણીતા ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીના મેઘા આલ્બમમાં પણ કામ કર્યું છે જે આવતીકાલે રિલીઝ થનાર છે.


 

- text