મોરબીના પેપર મિલોએ ટ્રાન્સપોર્ટરોની માંગ સ્વીકારતા સમાધાન

- text


જે પેપર મિલોના માંગણી સ્વીકારતા લેટરપેડ મળ્યા હશે ત્યાં કાલે ટ્રક મોકલાશે

મોરબી : માલ એની મજૂરી પેટર્ન મુજબ ભાડાની માંગ સાથે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળ ચાલી રહી છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ એસો. પેપર મિલો વચ્ચે સમાધાન થયું છે. પેપર મિલો એ ટ્રાન્સપોર્ટ એસો.ની માંગણી સ્વીકારી લેતા કાલથી ત્યાનું ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ જવાનું હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરમાં જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ એટલે કે જેનો માલ તે મજૂરી ચૂકવે તેવી માંગ સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે જે અનવ્યે મોરબી જિલ્લામાં આગોતરી તા.26 જુલાઈથી હડતાળ શરૂ કરવામાં આવતા સીરામીક એકમો અને પેપરમીલ ઉદ્યોગને માઠી અસર પડી છે. જો કે આજ રોજ પેપર મિલો અને ટ્રાન્સપોર્ટ એસો. બન્ને વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં 60 ટકા જેટલી પેપર મિલ દ્વારા લેટરપેડ ઉપર જીસકા માલ ઉસકા હમાલને જ્યાં સુધી ઉદ્યોગ એસોસિએશન મંજૂરી ન આપે ત્યાં સુધી કામ ચલાઉ રીતે અપનાવવાનું જણાવાયું છે. જેથી હાલ સુખદ સમાધાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં ટ્રાન્સપોર્ટ એસો.ના જણાવ્યા મુજબ જેમના લેટર પેડ મળ્યા છે તેવા યુનિટોને આવતીકાલથી જ ટ્રાન્સપોર્ટેશનની સેવા આપવાનું શરૂ કરી દેવામાં આવનાર છે. જયારે આ બાબતે પેપર મિલ એસો.ના પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાએ જણાવ્યું હતું કે આમાં એસોસીએસન લેવલે કોઈ નિર્ણય નથી લેવાયો પણ જે પેપરમિલો સ્વૈચ્છિક જોડાવા ઈચ્છે એ જોડાઈ શકે છે

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text