મોરબી જિલ્લામાં આજે હાઈએસ્ટ 11,045 લોકોનું વેકસીનેશન

- text


આજ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દસ હજાર જેટલા ડોઝ ફાળવતા જિલ્લાના કુલ 59 સ્થળોએ બમ્પર વેકસીનેશન

મોરબી : મોરબી જિલ્લામાં અંતે ડોઝ અપૂરતા ફાળવતા હોવાનો પ્રશ્ન હલ થયો છે. આજ માટે 10 હજાર જેટલો બમ્પર ડોઝ ફાળવાયો હતો. જેથી અત્યાર સુધીમાં જિલ્લાના સૌથી વધુ 59 સ્થળોએ વેકસીનેશન શક્ય બન્યું હતું. આમ આજે મોરબી જિલ્લામાં હાઈએસ્ટ 11,045 લોકોનું વેકસીનેશન થયું છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દસ હજાર જેટલો રસીનો ડોઝ ફાળવવામાં આવ્યો હતો. તેથી 35 સ્થળોની જગ્યાએ આજે મોરબી જિલ્લાના 59 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 3289, 18 પલ્સમાં 7709 અને ખાનગીમાં 56 મળીને કુલ 11045 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. આથી, જિલ્લા આરોગ્ય વિભાગે આજના વેકસીનેશન હાઈએસ્ટ જાહેર કર્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના વેકસીનેશનના કુલ ટાર્ગેટ સામે સરકાર તરફથી ખૂબ જ ઓછો રસીનો ડોઝ ફાળવાતા વેકસીનેશનની પ્રક્રિયા ધીમી પડી હતી. ઓછા ડોઝ અને વધુ લોકો એવી દરેક સ્થળે સ્થિતિ સર્જાતા દરરોજ અનેક લોકોને વેકસીનેશન વગર જ પરત ફરવું પડતું હતું. જો કે, વચ્ચે એક વખત 10 હજાર જેટલા લોકોનું વેકસીનેશન થયું હતું. ત્યારબાદ આજે એના કરતાં પણ વધુ વેકસીનેશન થયું છે. તેથી સરકાર આવી રીતે વધુ ડોઝ ફાળવે તો જ 100 ટકા વેકસીનેશનનો લક્ષ્યાંક સિદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે કાલે જિલ્લામાં 51 સ્થળોએ વેકસીનેશન થનાર છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text