કુદરતના ખોળે બાળકોને ભણાવવાનો નવતર પ્રયોગ

- text


હળવદમાં વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું

હળવદ : કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સૌના ઘરે ટીવી અને મોબાઇલની વ્યવસ્થા નથી હોતી. સુખ-સુવિધાથી વંચિત લોકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને તેઓ પણ શિક્ષણ મેળવી શકે એટલા માટે થઈને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના પોતાના વિસ્તારોમાં જઈ અભ્યાસ કરાવી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના કલબલાટ વગર ખંઢેર બની ગઈ હોય એવું લાગે છે ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે થઈને શિક્ષકો શેરી શિક્ષણ આપી રહ્યા છે.

- text

આ અંગે હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દિપાબેનએ જણાવ્યું હતું કે, હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકો શેરી શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગેની પણ માહિતી આપી જાગૃતિ ફેલાવી રહ્યા છે. શેરી શિક્ષણ થકી જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યાં પહોંચી અભ્યાસથી કોઈ બાળક વંચિત ન રહી જાય તે માટે તેમને શેરીમાં જ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text