પોલીસને બાતમી કેમ આપે છે કહી યુવાનને લમધારી નાખ્યો

- text


ટંકારાની બિહાર જેવી ઘટનામાં બાઈક ઉપર સીન સપાટા નાખતા શખ્સોએ કાયદાની મજાક ઉડાવી

ટંકારા : ટંકારામાં બાઈક લઈને સીન સપાટા કરવા નીકળી પડતી ટોળકીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. નિર્દોષ યુવાનને રોકી તું પોલીસને બાતમી કેમ આપે છે કહી ત્રિપુટીએ ઢોર માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસે ત્રિપુટી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવજીભાઇ કેશુભાઇ સારેસા (ઉ.વ.૨૭ ધંધો-મજુરીકામ રહે.ટંકારા ઉગમણા નાકે) એ આરોપીઓ જયેશભાઇ ટપુભાઇ જાદવ, ઉસ્માન ગનીભાઇ મકવાણા, સીકંદર રફીકભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ લતીપર ચોકડીથી આગળ પેટ્રોલ પંપ સામે રફ રસ્તામા કબ્રસતાન પાસે આરોપીઓએ ફરીયાદી પોતાની બાતમી પોલીસને આપતા હોવાનો શક વહેમ રાખી ફરિયાદીને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખાવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદીને ડાબા હાથમા તથા શરીરે મુંઢ ઇજાઓ કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તે ત્રિપુટી ટંકારામાં ધૂમ સ્ટાઇલ બાઈક હંકારી નિર્દોષ લોકોને રંઝાડતાં હોવાની પણ વ્યાપક રાવ ઉઠી છે ત્યારે પોલીસને પડકાર ફેંકી હવે કાયદો હાથમાં લેતા આ ગંભીર બાબતે પોલીસ કડક પગલાં ભરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text