શોભેશ્વર 66 કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

- text


ધારાસભ્યના પ્રયાસોથી કેબલ લાઇન સમસ્યાનું નિરાકરણ થશે : ડોમેસ્ટિક, ઔદ્યોગિક અને કોમર્શિયલ વિજ પુરવઠો પૂરતી માત્રામાં ઉપલબ્ધ્ધ થશે

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયાસોથી શોભેશ્વર ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

મોરબીના જિલ્લા સેવા સદન, સો ઓરડી વિસ્તાર, ત્રાજપર અને શોભેશ્વર રોડ વિસ્તારને વીજ સેવા સુલભ બને તે હેતુસર શોભેશ્વર ખાતે ૬૬ કે.વી સબ સ્ટેશન બનાવવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રયાસો હાથ ધરેલા હતા. તેના પરિપાકરૂપે GETCO દ્વારા રૂ. ૧૦ કરોડના ખર્ચે શોભેશ્વર ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશન નિર્મિત થઈ ચૂક્યું છે. તેનું લોકાપર્ણ ટૂંક સમયમાં થશે તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ યાદીમાં જણાવ્યુ છે.

- text

આ શોભેશ્વર ૬૬ કે.વી. સબ સ્ટેશન કાર્યરત થતાં કેબલ લાઇન સમસ્યાનું નિરાકરણ થશે. શોભેશ્વર આસપાસના ડોમેસ્ટિક, ઔદ્યોગિક અને કોમર્શિયલ વિજ પુરવઠો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ્ધ થઈ શકશે. પરિણામે સો ઓરડી વિસ્તારમાં જિલ્લા સેવા સદન આકાર પામ્યું છે. તેની સાથોસાથ અન્ય સરકારી આવાસો પણ ભવિષ્યમાં બંધાશે અને ત્રાજપર, શોભેશ્વર, સો ઓરડી જેવા આર્થિક રીતે પછાત વિસ્તારોની આ શોભેશ્વર સબ સ્ટેશનને કારણે ઉદ્યોગો આવતા કાયાપલટ થશે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text