મોરબીમાં રવિવારે ફૂલ-ઝાડના રોપાનું નજીવા દરે વિતરણ કરાશે

- text


મોરબી : દર વર્ષેની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી મોરબીના સહયોગથી પરિશ્રમ ઔષધી વન દ્વારા ઔષધીય વૃક્ષો, ફળાઉ વૃક્ષો તેમજ ફૂલ-ઝાડના રોપાનું નજીવા દરે વિતરણ કરવામાં આવનાર છે.

મોરબીમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ તેમજ આરોગ્ય ભારતીના સંયુક્ત ઉપક્રમે રાહત દરે રવિવારે રોપા વિતરણ થશે. જેમાં દુર્લભ તથા લુપ્ત થતા ઔષઘીય વૃક્ષોના રોપા જેમ કે સર્પગંધા, ભિલામો, હલ્દુ, આશન, બહેડા, આંબળા, જીવિંતીડોડી વિગેરે જેવા આર્શિવાદ રૂપ વૃક્ષો તેમજ રામફળ, અંજીર, કટગુંડી, નોની જેવા 100 જાતના રોપા અહીં બિલકુલ રાહત દરે ઉપલબદ્ધ બનાવાયા છે.

- text

આગામી તારીખ 11ને રવિવારે સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બપોરે 04:00થી સાંજે 07:00 વાગ્યા સુધી પરિશ્રમ ઔષધી વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પટેલ એસ્ટેટ સામે, અજંતા કલોક પાસે, મોરબી – રાજકોટ હાઇવે, મોરબી ખાતે આ રોપાનું વિતરણ થવાનું છે. આયોજકોએ વધુમાં વધુ લોકો રોપા વિતરણ કાર્યક્રમનો લાભ લે એ માટે ભાવપૂર્વક અપીલ કરી છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 98791 27054 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text