ટી.બી. હારેગા, દેશ જીતેગા : કાલથી હળવદ તાલુકામાં ટી.બી. મુક્તિ અભિયાન

- text


ગામડે-ગામડે લોકોને મફતમાં એક્સરે કાઢી આપી ટી.બી.નું નિદાન કરાશે

હળવદ : ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવતીકાલ તા.7 ના રોજ હળવદ તાલુકામાં એક્સરે વાનનું આગમન થશે. જેમાં હળવદ તાલુકાના માથક ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આવતીકાલે એક્સરે વાનનું પ્રસ્થાન કરાશે અને ગામડે-ગામડે લોકોને મફતમાં એક્સરે કાઢી આપી ટીબીનું નિદાન કરાશે.

હળવદ પંથકમાં ટીબીના કેસ વધુને વધુ શોધી કાઢી તેનો ઈલાજ કરવાના હેતુસર આવતીકાલ તા.7 ના રોજ એક્સરે વાનનું આગમન થયા બાદ આ એક્સરે વાન હળવદ તાલુકાના ગામે-ગામ ફરશે અને લોકોને વિનામૂલ્યે એક્સરે કાઢી આપવામાં આવશે. તેમજ લોકોના ટીબી અંગે નિદાન કરવામાં આવશે.

- text

જ્યારે ટીબીના લક્ષણોમાં 15 દિવસથી વધુને વધુ ખાંસી આવવી, કફ આવવા, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો દેખાય તેવા લોકોને એક્સરે વાનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. કમલેશ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિન ભટ્ટી, તાલુકા ટીબી સુપરવાઇઝર રાજેન્દ્રભાઈ માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્રની વિવિધ ટીમો કામ કરશે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text