કલેકટરના નિવાસસ્થાન પાસે ઉભરાતી ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ

- text


વેપારીઓએ કામચલાઉ ધોરણે પોતાની દુકાનોમાં ગંદા પાણી વહેણને અટકાવ્યું, તંત્ર દ્વારા નક્કર કાર્યવાહીની જરૂર

મોરબી : મોરબીમાં ખુદ કલેકટરને પણ તંત્ર ગાંઠતું ન હોય તેમ છેલ્લા ઘણા સમયથી તંત્રના પાપે કલેકટરના નિવાસસ્થાન સામે જ ગટરની ગંદકીએ માજા મૂકી છે. આ ગટરની સમસ્યાથી વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા હોવા છતાં નીંભર તંત્રના પેટનું પાણી ન હાલત હવે ખુદ વેપારીઓ આ ગટરની સમસ્યા ઉકેલવા મજુબર બન્યા છે.

મોરબીના મંગલ ભુવન ચોક પાસે કલેકટરના નિવાસસ્થાન સામે રોડ ઉપર છેલ્લા ઘણા સમસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા આડો આંક વાળી દીધો છે. લાંબા સમયથી મુખ્ય રોડ ઉપર ગટરના ગંદા પાણી વગર વરસાદે બારેમાસ નદીના વહેણની માફક વહેતા હોવા છતાં તંત્રએ આ ગટરની સમસ્યા ઉકેલવાની કોઈ તસ્દી જ લીધી નથી. તંત્ર જાણે કલેકટરને પણ ગાંઠતું ન હોય તેમ તેમના નિવાસસ્થાન પાસે ગટરની ગંભીર સમસ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

લાંબા સમયથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા અહીંના વેપારીઓના વેપાર ધંધા ઉપર માઠી અસર સર્જાઈ છે. આથી, વેપારીઓ હાલ પૂરતા કામ ચલાઉ ધોરણે પોતાની દુકાનની અંદર ગટરના પાણીને ઘુસતા અટકાવ્યા છે. પણ આ ગટરની સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહીની જરૂર હોવાથી વેપારીઓએ તંત્ર સમક્ષ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text