196 બાળકોએ ખાનગી શાળાને ટાટા કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

- text


કોરોના કાળમાં ખાનગીશાળાઓને કમરતોડ ઝટકો : હળવદ તાલુકાની ૧૭ જેટલી ખાનગી શાળાઓની હાલત કફોડી

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે ત્યારે દિવસે-દિવસે ખાનગી શાળાઓની હાલત કફોડી બની રહી છે. તાજા ભૂતકાળમાં જ હળવદ પંથકની ૧૭ જેટલી ખાનગીશાળાને ટાટા કરી 196 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવી લેતા કમાણી કરી તાગડધિન્ના કરતા શાળા સંચાલકોની ઊંઘ હરામ થઈ છે.

આજના મોંઘા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ છે. ખાનગી શાળાઓમાં વધતી ફી, વાલીઓને થતી પરેશાની, અસુવિધાઓ અને તેઓની દાદાગીરીને લઇ હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. રાજ્ય સરકારની પહેલનાં પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસર હવે જોવા મળી રહી છે.હળવદમાં વાલીઓને હકીકત સમજાઇ છે. સરકારી શાળાઓમાં વેલ ક્વોલિફાઇડ શિક્ષકો,લેટેસ્ટ ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હોવાથી ખાનગી શાળાઓ કરતા ઘણી સારી છે અને એના જ કારણે આ વર્ષે ૧૯૬ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જોકે આવતા દિવસોમાં હજુ વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાને ટાટા બાય બાય કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેવા અણસાર મળી રહ્યા છે.

આ અંગે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન એ જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ ૨ થી ૮ ના 196 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે આવતા દિવસોમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થશે કારણકે અત્યારે દરરોજ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે વાલીઓ પાસે ખાનગી શાળા સંચાલકો તગડી ફી વસુલ કરી તાગડધિન્ના કરતાં હતા પરંતુ હાલ જે  સરકારી શાળા પ્રત્યેનો ઝુકાવ અને ખાનગી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે તેઓ વાલીઓને ઝડપથી મોહભંગ થયો છે જેના કારણે ખાનગી શાળા સંચાલકોની હાલ તો ઊંઘ હરામ થઇ ગઇ છે.

- text