MXC ડેઈલી રિપોર્ટ : મેટલડેક્સ વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ રેકોર્ડ સ્તરે નોંધાયો

- text


સોના-ચાંદીના ભાવમાં સામસામા રાહ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ : સીપીઓ, મેન્થા તેલમાં સુધારો : કોટન, કપાસ, રબરમાં નરમાઈ

બુલડેક્સ ફ્યુચર્સમાં 42 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 153 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,12,838 સોદાઓમાં કુલ રૂ.9,592.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.7 ઢીલો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.270 વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા હતા. સીપીઓ અને મેન્થા તેલમાં સુધારા સામે કપાસ અને રબરમાં નરમાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે પૂરા થતા સત્રમાં બિનલોહ ધાતુઓના સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સમાં 1,109 લોટ્સનો રેકોર્ડ ઓપન નોંધાયો હતો, જે તેના શરૂ થયાથી અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તરે રહ્યો હતો. બુધવારે પ્રથમ સત્ર સુધીમાં ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1,274 સોદાઓમાં રૂ.98.90 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 489 સોદાઓમાં રૂ.39.65 કરોડનાં 526 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 785 સોદાઓમાં રૂ.59.25 કરોડનાં 803 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,378 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,216 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,070ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,095 અને નીચામાં 15,053ના સ્તરને સ્પર્શી, 42 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ વધી 15,060ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,835ના સ્તરે ખૂલી, 153 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 82 પોઈન્ટ ઘટી 14,745ના સ્તરે પહોંચ્યો હતો.

કીમતી ધાતુઓમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં સોના-ચાંદીમાં 51,724 સોદાઓમાં કુલ રૂ.3,324.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,458ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,564 અને નીચામાં રૂ.48,391ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.7 ઘટી રૂ.48,417ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.38,904 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.4,786ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,689 અને નીચામાં રૂ.71,444ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.270 વધી રૂ.71,518ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

એનર્જી સેગમેન્ટમાં 26,753 સોદાઓમાં કુલ રૂ.1,673.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,340 અને નીચામાં રૂ.5,286ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.24 વધી રૂ.5,304 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 ઘટી રૂ.235.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,324 સોદાઓમાં રૂ.426.81 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,305ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1305 અને નીચામાં રૂ.1300ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5 ઘટી રૂ.1302.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.17,145ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,145 અને નીચામાં રૂ.16,900ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.158 ઘટી રૂ.16,964ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1035.90 અને નીચામાં રૂ.999ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.21 વધી રૂ.1022.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16 વધી રૂ.979 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.180 ઘટીરૂ.23870ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,529 સોદાઓમાં રૂ.1,560.17 કરોડનાં 3,218.213 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 41,195 સોદાઓમાં કુલ રૂ.1,764.38 કરોડનાં 246.034 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,994 સોદાઓમાં રૂ.823.24 કરોડનાં 15,50,200 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,759 સોદાઓમાં રૂ.850.22 કરોડનાં 3,60,43,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 396 સોદાઓમાં રૂ.33.74 કરોડનાં 14025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 239 સોદાઓમાં રૂ.10.63 કરોડનાં 107.28 ટન, રબરના વાયદાઓમાં 35 સોદાઓમાં રૂ.0.60 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,649 સોદાઓમાં રૂ.381.71 કરોડનાં 37,780 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,310.957 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 524.713 ટન, ક્રૂડ તેલમાં 10,80,900 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,90,15,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 32 ટન, કોટનમાં 197350 ગાંસડી, મેન્થા તેલમાં 94.68 ટન, રબરમાં 200 ટન, સીપીઓમાં 63,410 ટનના સ્તરે રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,836 સોદાઓમાં રૂ.1,081.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.86.91 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.57.53 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.936.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.528 ખૂલી, ઊપરમાં રૂ.580 અને નીચામાં રૂ.512 રહી, અંતે રૂ.23 વધી રૂ.534 થયો હતો.

જ્યારે ચાંદી રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.767 ખૂલી, ઊપરમાં રૂ.825 અને નીચામાં રૂ.731 રહી, અંતે રૂ.54.50 વધી રૂ.770.50 થયો હતો. ક્રૂડ તેલ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.58 ખૂલી, ઊપરમાં રૂ.80 અને નીચામાં રૂ.52.50 રહી, અંતે રૂ.15.50 વધી રૂ.65.70 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.272 અને નીચામાં રૂ.246 રહી, અંતે રૂ.9 વધી રૂ.266.50 થયો હતો. જ્યારે ચાંદી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.431 ખૂલી, ઊપરમાં રૂ.431 અને નીચામાં રૂ.345 રહી, અંતે રૂ.117 ઘટી રૂ.380 થયો હતો. ક્રૂડ તેલ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.45 ખૂલી, ઊપરમાં રૂ.71.30 અને નીચામાં રૂ.39.10 રહી, અંતે રૂ.12.40 ઘટી રૂ.60.30 થયો હતો.

- text