ખેતીને બદલે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરનાર રઘુ ઝડપાયો

- text


વાંકાનેરના જાંબુડિયામાં પોલીસે ચાલુ ભઠ્ઠી પકડી પાડી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામમાં પોલીસ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. અને તેના સંચાલકની અટકાયત કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 8ના રોજ જાંબુડીયા ગામમાં નાની વીડી વિસ્તારમાં રઘુભાઇ શામજીભાઇ મગવાણીયા (ઉ.વ. 30) પોતાની વાડીમાં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતો હતો. પોલીસે રેઇડ દરમ્યાન ગરમ આથો 25 લીટર (કિ.રૂ. 50), ઠંડો આથો 600 લીટર (કિ.રૂ. 1200), ભઠીના સાધનો 1 એલ્યુમીનીયમનુ બકડીયુ (કી.રૂ. 50), 1 પાટલી નળી સાથે તથા દેશી દારૂ આશરે 15 લીટર (કિ.રૂ. 300) મળી કુલ કિ.રૂ. 1600નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી રઘુની અટક કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text