બોલેરો હેઠળ કચડાઈ જતા યુવાનનું મોત

- text


મૃતકના બનેવીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ગ્રેનીસેર સીરામીક સામે મોટર સાયકલને ઠોકરે ચડાવ્યા બાદ બોલેરો કાર હેઠળ કચડાઈ જવાથી બાઈક પાછળ બેઠેલા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના બનેવીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બોલેરો કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માંગીલાલ મન્નાલાલ ગાયરી (ઉ.વ ૩૨ ધંધો- મજુરી રહે હાલ- યમુના નગર શેરી નં ૫ નવલખી રોડ, મોરબી) એ બોલેરો નં GJ-36-T-8399 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૭ ના રોજ સાંજના સવા સાત વાગ્યાના અરસામાં સરતાનપર રોડ પર ગ્રેનીસેર સીરામીક સામે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો ટાંકો નં GJ-36-T-8399 ની પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સાહેદ મહેશ શર્માના બાઈકનં GJ-36-Q-3061 ને સામેથી હડફેટે લેતા મહેશ શર્માના માથાના ભાગે હેમરેજ તેમજ જમણા હાથે તથા મોઢાના ભાગે ફેકચર તેમજ શરીરે સામાન્ય ઇજાઓ તથા બાઈકમાં પાછળ બેઠેલ ફરીયાદીના સાળા પ્રમોદસીંઘના માથાના ભાગે બોલેરોનુ વ્હીલ ફરી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.આર.પી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text