મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 21 કેસો નોંધાયા

- text


માસ્ક વિના જાહેરમાં ફરતા 5, વધુ પેસેન્જર બેસાડતા 12 રિક્ષાચાલક તથા 1 બોલેરોચાલક, સોશિયલ ડિસ્ટનસનું ઉલ્લંઘન કરતા 1 ધંધાર્થી અને રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 2 નાગરિકો દંડાયા:

મોરબી: રવિવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સને અનુસંધાને બહાર પાડેલા જાહેરનામાં ભંગ બદલ કુલ 21 લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

રવિવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી પોલીસે જાહેરનામાં ભંગ બદલ કુલ 21 નાગરિકો સામે કેસ કર્યા હતા. જેમાં મોરબી એ. ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા 3 રાહદારીઓ સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર પેસેન્જર બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટે.ની હદમાં વધુ પેસેન્જર બેસાડી સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરતા 1 રિક્ષાચાલક સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા 2 રાહદારીઓ સામે, 1 રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવ્યા વગર વધુ પેસેન્જર બેસાડતા 1 બોલેરોચાલક સામે, 2 રિક્ષાચાલકો સામે એપેડેમીક એકટ સહિતની તથા જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જરો બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળીને માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા 1 રાહદારી સામે તથા ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા 4 રિક્ષાચાલકો સામે જ્યારે માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્કવિના તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા પાન-માવાના 1 ધંધાર્થી સામે, વધુ પેસેન્જર બેસાડીને તથા માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર રીક્ષા ચલાવતા 1 રિક્ષાચાલક સામે અને હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં 1 રિક્ષાચાલક સામે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કવિના તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 1 હેરડ્રેસર સામે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ કેસ કરી, ઉક્ત વાહનો ડિટેઇન કરી અન્યો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text