ટંકારામાં તીનપત્તિ રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના હરબટીયાળી ગામે હાટકેશ્વર મહાદેવના મંદિર પાસે પાસે ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા આરોપીઓ દશરથભાઇ મહાદેવભાઇ ચંડાટ, પ્રશાંતભાઇ અવચરભાઇ દુબરીયા, કલ્પેશભાઈ નાનજીભાઈ ડાકા, રમેશભાઇ બેચરભાઈ સંધાણીને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ ૬૫૬૦ કબ્જે કરી આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text