મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત છ ઝડપાયા

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે સામા કાંઠે ત્રાજપર ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત છ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે શહેરના સામાકાંઠે ત્રાજપર ચોરા પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ પ્રવિણાબેન ઉર્ફે રાધા પ્રતાપભાઇ મિયાત્રા, મંજુબેન દિનેશભાઇ સનુરા, રસીલાબેન રાજેશભાઇ કોઠારીયા, રીનાબેન મનુભાઇ વરાણીયા, મનસુખભાઇ મગનભાઇ સનુરા, પ્રકાશભાઇ પ્રવિણભાઇ મકવાણાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૯૦૦ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text