હડમતીયાના વતની બિલ્ડર દ્વારા ગ્રામજનો માટે રૂ. 50 હજારનું અનુદાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના ફિનિક્સ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સુપ્રિમો બિલ્ડર નાનજીભાઈ એમ. કામરીયા, તેઓ હાલ રાજકોટ રહે છે. તેઓ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે ત્યારે માદરે વતન જન્મભુમિ હડમતિયા ગ્રામજનોની વ્હારે આવ્યા છે. તેઓ કોરોના રેપીડ ટેસ્ટ કીટ કે અન્ય જરૂરિયાત માટે ગરીબ પરિવારોને રૂ. 50,000ની સહાય કરશે.

- text

હડમતીયા અપડેટ ગ્રુપ આર્થિક કે અન્ય રીતે ગ્રામજનોની સેવા કરી રહ્યા છે. ત્યારે બિલ્ડર નાનજીભાઈ એમ. કામરીયાએ ગ્રામજનો માટે કોઈપણ જ્ઞાતિ-જાતીના ભેદભાવ વિના એકદમ ગરીબ પરિવારની ઘરે ઓચિંતાની બિમારી આવે પડે તો દવાખાના માટે આર્થિક સહાય કરવામાં તત્પરતા દર્શાવીને કોરોનાની રેપીડ ટેસ્ટની કીટ કે અન્ય જરૂરિયાત માટે રૂ. 50,000ની ફાળવણી કરી છે. ગરીબ પરિવાર માટે આર્થિક સહાય માટે હડમતિયા અપડેટ ગ્રુપના એડમીન રમેશ ખાખરીયાને ટેલિફોનિક વાત કરી તત્કાલિન અસરથી રૂ. 50,000ની આર્થિક રકમની જાહેરાત ગ્રામજનો માટે કરી હતી. તેમજ જરુર જણાય તો વધુ રકમ ફાળવવા સમંતિ દર્શાવી હતી.

- text