વાંકાનેરમાં બપોર બાદ પણ મોટા વેપારીઓ ખુલ્લા રહેતા અન્ય વેપારીઓમાં રોષ

- text


કાપડ- કટલેરી હોઝિયરીનાં અમુક મોટા વેપારીઓની જ દુકાનો ખુલ્લી

વાંકાનેર : વાંકાનેરમાં કોરોના અન્વયે બપોરે 3 કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની વિવિધ એસોસિએશનનાં પ્રમુખ દ્વારા જાહેરાત કરાયા બાદ પણ કટલેરી હોઝિયરી અને કાપડનાં અમુક મોટા કહેવાતા વેપારીઓ જ દુકાનો આખો દિવસ ખુલ્લી રાખે છે. ત્યારે જે બંધ રાખે છે તે અન્ય વેપારીઓમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે.

- text

વાંકાનેરમાં કોરોના દર્દીઓ ચારે બાજુ દોડધામ કરી રહ્યા છે ત્યારે કરિયાણા, કાપડ, કટલેરી હોઝિયરી, સોની, કંસારા, પાન મસાલા, મોબાઈલ એસોસિએશન પ્રમુખ દ્વારા બે દિવસ પૂર્વે જ બપોરે ત્રણ બાદ સજજડ બંધ જાહેર કરવામાં આવેલ છે. અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ તેનું ફરજિયાત તમામ વેપારીઓએ પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં મુખ્ય બજારમાં જ કટલેરી હોઝિયરી અને કાપડનાં અમુક મોટા વેપારીઓ પોતાની મનમાની કરી આખો દિવસ દુકાનો ખુલ્લી રાખે છે. ત્યારે બંધ રાખતા અન્ય વેપારીઓમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે.

અત્યારે મહામારીનાં સમયે કોરોનાને ફેલાતો અટકાવવા બપોર બાદ બંધ જાહેર કરવામાં આવ્યો છે તે નિયમ શું મોટા વેપારીઓને લાગુ નથી પડતો? ત્યારે ધીમે ધીમે તમામ વેપારીઓ દુકાનો ખોલવા લાગે તે પૂર્વે આ રીતે મનમાની કરી ખુલી રાખતા કટલેરી હોઝિયરી અને કાપડનાં વેપારીઓ સહિત જાહેર કરાયેલ તમામ વેપારીઓ નિયમાનુસાર બંધ રાખે તેવી રોષ પૂર્વક માંગ ઉઠવા પામી છે.

- text