મોરબીમાં ખાનગી હોસ્પિટલ-લેબોરેટરીનો મેડિકલ વેસ્ટ જાહેરમાં નખાતા વેપારીઓમાં રોષ

- text


સ્થાનિક વેપારીઓએ મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ બદલ હોસ્પિટલ-લેબોરેટરીના સંચાલકો સામે પગલાં લેવા આરોગ્ય વિભાગને રજુઆત કરી

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ તેમજ લેબોરેટરીના સંચાલકો દ્વારા મેડિકલ વેસ્ટનો જોખમી રીતે જાહેરમાં નિકાલ કરાતો હોવાની સ્થાનિક વેપારીઓ ફરિયાદ ઉઠાવી છે અને સ્થાનિક વેપારીઓએ મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ બદલ હોસ્પિટલ-લેબોરેટરીના સંચાલકો સામે પગલાં લેવાની માંગ સાથે આરોગ્ય વિભાગને રજુઆત કરી છે.

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ પ્લાઝામાં વિવિધ વસ્તુઓની દુકાનો ધરાવતા વેપારીઓએ લેખિતમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી કે તેમના જ કોમ્લેક્સ આવેલ એક.ખાનગી હોસ્પિટલ તથા લેબોરેટરીમાં દદરોજ દર્દીઓના લેવાયેલા બ્લડના સેમ્પલના લોહીવાળા રૂ તથા ઇન્જેક્શનો સહિતનો મેફિકલ વેસ્ટને કોમ્પ્લેક્સની લોબી તેમજ ઉપર જવાના પગથિયે ફેંકવામાં આવે છે. આ જોખમી.રીતે જાહેર નિકાલ કરાયેલો મેડિકલ વેસ્ટ ઉડીને કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં ઘુસી જાય છે.

- text

જો કે હોસ્પિટલ અને લેબોરેટરીના સંચાલકોની મેફિકલ વેસ્ટનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની અને યોગ્ય સફાઈ કરવાની જવાબદારી હોવા છતાં આ જવાબદારીનો ઉલાળીયો કરીને જન આરોગ્ય સાથે ચેડાં થાય તેવી ગંભીર બેદરકારી દાખવે છે. હાલ કોરોનાના કપરા કાળમાં આ મેફિકલ વેસ્ટના નિકાલથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. આ બાબતે દુકાનદારોએ રજુઆત કરી હોવા છતાં જવાબદારો મનમાની ચલાવતા હોવાથી જાહેરમાં જોખમી રીતે મેડિકલ વેસ્ટના નિકાલ બદલ હોસ્પિટલ અને લેબોરેટરીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text