પાનેલી ગામે અમુક પેપરમિલો દ્વારા ફેલાવાતા પ્રદુષણ સામે ગ્રામજનો આકરાપાણીએ

- text


ગ્રામજનો દ્વારા પ્રદુષણ નિયંત્રણ કચેરી અને કલેક્ટર કચેરીએ રજુઆત

મોરબી : પાનેલીના ગ્રામજનોએ પેપરમીલના ઝેરી વાયુ પ્રદુષણ બાબતે પ્રદુષણ નિયંત્રણ કચેરીએ રૂબરૂ મળીને લેખીત રજુઆત કરી બાદમા કલેકટર કચેરીએ પહોંચીને ત્યાં પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયું હતું કે પાનેલી ગામની સીમમા રાત્રિ દરમિયાન પેપર મીલનો ઝેરી કચરો સળગાવતા પેપરમીલના માલિકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી થોડા દિવસ પહેલા ગામના લોકોએ રાત્રિ દરમિયાન પેપર મીલના કચરા સળગાવતા સ્થળે જઈને તપાસ કરતાં અમુક લોકો પોતાની થ્રીવ્હીલ રીક્ષા મુકીને નાસી જતાં રીક્ષા ગામના પાદરમા મુકીને પ્રદુષણ નિયંત્રણ કચેરીને રજુઆત કરવામાં આવી છે.

- text

વધુમાં જણાવાયું હતું કે પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સમગ્ર ગામને સમજણ નથી પડતી. આ સીધી જવાબદારી પ્રદુષણ વિભાગની હોવાં છતાં ગામના લોકોની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી, ભવીષ્યમા કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તો જવાબદારી કોની ?
ગામ લોકોના જન આરોગ્ય સાથે ચેડાં કરતાં ઝેરી વાયુ પ્રદુષણ અટકાવવા માટે કોની શરમ આવે છે તે ગામના લોકોનો સવાલ છે.

- text