બામણબોર નજીક ટેન્કરચાલકે ઠોકર મારતા બાઈકચાલકને ઇજા

- text


વાંકાનેર : બામણબોર હાઇવે ઉપર ટેન્કરચાલકે મોટર સાયકલચાલકને પાછળથી ઠોકર મારતા રાજકોટના રહેવાસીને ઇજા પહોંચતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

ચોટીલા હાઇવે ઉપર બામણબોર નજીક ફરિયાદી ભુપેન્દ્રસીંહ ઇન્દ્રસીંહ ઝાલા (ઉ.૪૦, રહે.હાલ મુંજકા, તા.જી.રાજકોટ, મુળ ગામ-ભરાડા, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર) પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે પાછળથી ટેન્કર નં-GJ 03 BW 5678ના ચાલકે પાછળથી ઠોકર મારી માથાના ભાગે ઇજા તથા જમણા ખંભે ભાંગ-ટુટ તથા જમણા હાથે છોલ-છાલ કરી નાશી જતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text