મોરબીમાં એક્સેસમાંથી વ્હીસ્કીની બોટલો ઝડપાઇ, આરોપી ફરાર

- text


મોરબી : મોરબીમાં એક્સેસમાંથી વ્હીસ્કીની બોટલો ઝડપાઇ છે. અને આરોપી એક્સેસ મૂકી ફરાર થઇ ગયો છે.

- text

ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં રવાપર-ધુનડા રોડ પર ઓમકાર રેસીડેન્સી સામે સોહિલ ઉર્ફે સવો સલીમભાઇ મોવર એકસેસમાં ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોવેલ્સનં.૧ સુપરીયર વ્હીસ્કીની શીલબંધ 2 બોટલો (કિ.રૂ. 600) મૂકી નાસી ગયો હતો. પોલીસે વિદેશી દારૂ અને એકસેસ સહીત રૂ. 50,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી સોહિલ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

- text