મોરબી – વાંકાનેર પાલિકામાં 16મીએ અને માળીયા પાલિકા પ્રમુખ માટે 19મીએ ચૂંટણી

- text


ચીફ ઓફિસરની દરખાસ્તને પગલે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા સામાન્ય સભા બોલાવતા જિલ્લા કલેકટર

મોરબી : મોરબી, માળીયા (મી.) અને વાંકાનેર નગરપાલીકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અંગે પ્રથમ સામાન્ય બેઠક બોલાવવા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સૂચના મળતા ચીફ ઓફિસર દ્વારા જિલ્લા કલેક્ટરને વિધિવત દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા આગામી તા.16ના રોજ મોરબી વાંકાનેર અને તા.19ના રોજ માળીયા નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

મોરબી જિલ્લાની મોરબી, માળીયા (મી.) તથા વોકાનેર નગરપાલીકાની સામાન્ય ચૂંટણી તા.28ના રોજ યોજાધેલ, જેની મતગણતરી તા2ના રોજ યોજાયેલ જે અન્વયે સંબંધિત નગરપાલીકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની અઢી વર્ષના સમયગાળાની મુદત માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવા ચીફ ઓફીસર દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દા માટે રોસ્ટર પોઈન્ટ મુજબની બેઠકની વિગત સાથે દરખાસ્ત રજુ કરેલ છે. જે ધ્યાને લઈ ગુજરાત નગરપાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નિયમ-૧૪૪ હેઠળ તથા ગુજરાત નગરપાલીકા અધિનિયમ-૧૯૬૩ ની જોગવાઈ મુજબ સામાન્ય સભા બોલાવી ચૂંટણી યોજવા અધ્યક્ષની જિલ્લા કલેકટર મોરબી દ્વારા નિમણુંક કરવામાં આવી છે.

- text

વધુમાં મોરબી નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે પ્રાંત અધિકારી મોરબી અને વાંકાનેર નગરપાલિકા માટે પ્રાંત અધિકારી વાંકાનેરની અપ્યાસી અધિકારીશ્રી તરીકે નિયુક્ત કરી તેમના અધ્યક્ષ સ્થાને તા.16 ના રોજ સામાન્યસભા યોજી ચૂંટણી પ્રક્રિયા કરવા જણાવાયું છે. એ જ રીતે માળીયા મિયાણા નગરપાલિકા માટે મદદનીશ કલેકટર હળવદની અધ્યાસી અધિકારી તરીકે નિયુક્તિ કરી તા.19 ના રોજ પ્રથમ સામાન્ય બેઠક યોજી પ્રમુખ, ઉપ પ્રમુખની નિયુક્તિ માટેની તમામ કાર્યવાહી કરવા આદેશ જારી કરાયો છે.

- text