મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી શનાળા બાયપાસ ઉપર મોમાઇ મોટર્સની બાજુમાં આરોપી શૈલેષભાઇ પુનાભાઇ બોરીચા ઉ.વ.36 ને વિદેશી દારૂની મેકડોવેલ્સનં.1 ડીલકસ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપનીની શીલ બંધ બોટલ નંગ.2, કિ.રૂ. 600 સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text