મોરબીમાં વિશ્વકક્ષાનું સિરામિક ક્લસ્ટર, પીપળી-જેતપર-હળવદ રોડ ફોરટ્રેક બનશે : બજેટમાં જાહેરાત

- text


મોરબી જિલ્લામાં ભાજપને ઝળહળતી જીત આપવા બદલ મતદારોને રિટર્ન ગિફ્ટ આપતી રાજ્યની રૂપાણી સરકાર

મોરબી : મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં મતદારોએ ભાજપને ઝળહળતી જીત અપાવતા ગુજરાત સરકારે રિટર્ન ગિફ્ટ રૂપે મોરબીને વિશ્વકક્ષાનું સીરામીક ક્લસ્ટર બનાવવાની સાથે જેતપર-પીપળી રોડ ઉપરાંત મહેન્દ્રનગરથી હળવળને જોડતો માર્ગ ફોરલેન બનાવવાની જાહેરાત આજે બજેટ દરમિયાન કરી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં બજેટ રજૂ કરતા મોરબીના સિરામીક ઉધોગ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ તેમજ મહેન્દ્રનગરથી હળવદ રોડને ફોરટ્રેક બનાવવાની જાહેરાત કરી આ યોજના માટે રૂ. 309 કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત મોરબીના સિરામીક ક્લસ્ટરને વિશ્વ કક્ષાનુ બનાવવા માટે બજેટમા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મોરબીનો પ્રાણપ્રશ્ન રાજ્ય સરકારે હાથ ઉપર લેતા મોરબી સિરામીક ઉધોગકારોવતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ પ્રભારી મંત્રી સોરભભાઇ પટેલનો મોરબી સિરામીક એશોસીએસન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text

દરમિયાન ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા મોરબી સિરામિક એસોસિએશનની માંગણી અન્વયે મોરબી જેતપર, અણિયાળી, ઘાટીલા રોડ તેમજ મોરબી હળવદ રોડ એમ 70 કિલોમીટરના રોડ માટે સરકારે રૂપિયા 309 કરોડની જંગી રકમની ફાળવણી કરતા ધારાસબ્ય બ્રિજેશ મેરજાએ પણ ગુજરાત સરકારનો મોરબીની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે.

- text