મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ : ચુંટણી ફરજ ઉપર સ્ટાફ રવાના

- text


વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાહનોનાં થપ્પા

(કેતન ભટ્ટી) વાંકાનેર : આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોરબી જીલ્લાનાં સૌથી મોટા વાંકાનેર તાલુકામાં પણ આજથી ચુંટણી ફરજ પર નાં તમામ સ્ટાફ ને રવાના કરાયો છે આ સાથે જ મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની આવતીકાલે રવિવારે યોજાનાર ચુંટણી અંતર્ગત આજે અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણી ફરજ ઉપરના તમામ સ્ટાફને evm સાથે રવાના કરવામાં આવ્યો હતો, પોલીસ સ્ટાફ, કર્મચારીગણ સહિત મતદાન મથક પર ફરજ બજાવનાર તમામ સ્ટાફને આજથી જ અલગ – અલગ મતદાન મથકો પર રવાના કરાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- text

વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે સવારથી જ વાહનોનાં થપ્પા લાગ્યા હતા અને તેમાં ફરજ પરનાં તમામ ચુંટણીકર્મીઓને રવાના કરાયા હતા, સંવેદનશીલ મતદાન મથકો પર વધુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે બીજી તરફ આવતી કાલે મતદાન કેટલા ટકા થશે? તે પ્રશ્ન રાજકીય પક્ષો અને ઉમેદવારોને મૂંઝવી રહ્યો છે.

- text