મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વર્કશોપ યોજાયો

- text


મોરબી : વૈજ્ઞાનિક સી. વી. રામનની વૈજ્ઞાનિક સિધ્ધિ ‘રામન ઈફેક્ટ’ 28- ફેબ્રુઆરીએ પુર્ણ થઈ હોવાથી તેની યાદમાં 28 ફેબ્રુઆરીનાં દિવસે દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા ગત તા. 23, 24 અને 25 ફેબ્રુઆરીએ “વિજ્ઞાન સિધ્ધાંત આધારિત આવો વૈજ્ઞાનિક મોડેલ બનાવીએ” વિષયનાં અનુસંધાને “ત્રિદિવસીય વર્કશોપ સેમીનાર”નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ ત્રિદિવસીય વર્કશોપ સેમિનારમાં જુદી જુદી ગ્રામ્ય તેમજ શહેરની શાળાઓએ ભાગ લીધો હતો. મોડેલ બનાવવાની સ્પર્ધામાં 101 સ્પર્ધકોએ ભાગ લેતાં બાળ વૈજ્ઞાનિકો તથા તેમનાં માર્ગદર્શક શિક્ષકો તથા વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે. સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર સાથે શિલ્ડ પણ આપશે.

વિજેતા સ્પર્ધકોની યાદી

કેટેગરી- 1 ( ધોરણ :- 1-2-3 & 4 ) નાં બાળ વૈજ્ઞાનિકો માં પ્રથમ :- (1) લિખીયા શ્રીના પારસભાઈ
ધોરણ:- 3 / શ્રી નાલંદા વિધાલય મોરબી
મોડેલ નું નામ :- રૂધિરાભિષરણતંત્ર નું વર્કીંગ મોડેલ
દ્વિતિય :- (2) સરડવા ધ્યેય જયદિપભાઈ
ધો:- 1/શ્રી સરસ્વતિ શિશુ મંદિર શનાળા
મોડેલ નું નામ:-શ્વસનતંત્ર નું વર્કીંગ મોડેલ
તૃતિય :-(3) રાઠોડ વૃષ્ટી રાજેશભાઈ
ધો:- 4 શ્રી ઑમશાંતિ વિધાલય મોરબી.
મોડેલ :- હવાનું દબાણ

કેટેગરી- 2 ( ધો – 5- 6- 7 & 8 ) નાં બાળ વૈજ્ઞાનિકો
પ્રથમ :-(1) મારવણિયા બંશી હિતેષભાઈ
ધો- 8 / શ્રી સજનપર પ્રા. શાળા -સજનપર
મોડેલ નું નામ 🙁 મૂત્રાસય) ઉત્સર્જનતંત્ર
દ્વિતિય :-(2/1) ડોબરીયા માર્ગી જીતેનભાઈ
ધો- 5 /શ્રી સી.કે.જી.પ્રા. શાળા – રાજકોટ
મોડેલ નું નામ :- દહન માટે ઓક્સીજન જરૂરી છે.
(2/2) ચંદારાણા શ્વરા એમ.
ધો:-6 / શ્રી ન્યુ એરા પબ્લીક સ્કૂલ
મોડેલ :- શ્વસન તંત્ર વર્કીંગ મોડેલ
(2/3) ચાવડા કાજલ ગોવિંદભાઈ
ધો:- 7/શ્રી પાનેલી પ્રા.શાળા પાનેલી.
મોડેલ :- રેત ઘડી
તૃતિય :- (3/1) ચાવડા આશિષ કાનજીભાઈ
ધો:- 8/ શ્રી સજનપર પ્રા. શાળા સજનપર.
મોડેલ નું નામ :- ડ્રોન
(3/2) કઈડ જાનકી દેવરામ ભાઈ
ધો:- 7/શ્રી સજનપર પ્રા. શાળા સજનપર
મોડેલ:- ઉરોદ્ક પટલ

કેટેગરી – 3 ( ધો:- 9 -10-11 & 12)
પ્રથમ:- (1) ભેંસદડીયા રાધે અતુલભાઈ
ધો:- 9 / શ્રી નવયુગ વિધાલય વિરપર
મોડેલ નું નામ :- ચોકલેટ વેંન્ડીંગ મસીન
દ્વિતિય :- ( 2/1) ધામેચા તનિષ્કા બળદેવભાઈ
ધો:- 9 / શ્રી સાર્થક વિધા મંદિર મોરબી
મોડેલ નું નામ :- પરમાણુ કક્ષકો
(2/2) શાહ દિયા જતિનભાઈ
મકવાણા વૈશાલી જગદીશભાઈ
ધો:-11 /શ્રી ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી
(2/3) અદગામા વિશાખા નિલેશભાઈ
જરવરિયા રસીલા વીરાભાઈ
ધો:- 11/શ્રી ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ મોરબી
તૃતિય :-(3/1) ફેફર જેનિલ પ્રકાશભાઈ
ગામી પ્રિન્સ ભુપતભાઈ
ધો. 9/ શ્રી નિર્મલ વિધાલય મોરબી
મોડેલ :-ઑટોમેટીક હેન્ડ સેનેટાઈઝર
(3/2) પટેલ યશરાજ કલ્પેશભાઈ
ગોપાણી મિત્સુ ભરતભાઈ
ધો:-9 /શ્રી નિર્મલ વિધાલય મોરબી
મોડેલ :-પાણી નું શુધ્ધિકરણ વર્કીંગ મોડેલ
(3/3) પરમાર હરદેવ નરેશભાઈ
ધો:-9 /શ્રી નાની વાવડી માધ્યમિક શાળા- નાની વાવડી
મોડેલ :-સોલર કૂકર

- text

કેટેગરી -4 ( કૉલેજ નાં વિધાર્થીઓ ,શિક્ષક મિત્રો -વાલીઓ )
પ્રથમ (1) ધામેચા બળદેવભાઈ એમ.
વિજ્ઞાન જાથા – મોરબી
મોડેલ :- ન્યુટન નો નિયમ
ઘાત- પ્રતિઘાત વર્કીંગ મોડેલ
દ્વિતિય (2) વિરમગામા મીનાબેન ધીરજલાલ
શિક્ષકશ્રી. સજનપર સ્કૂલ
મોડેલ:- પુનઃ પ્રાપ્ત ઉર્જા મોડેલ
તૃતિય(3) પડસુંબિયા મોનિકાબેન વિજયભાઈ
શિક્ષકશ્રી .સજનપર સ્કૂલ
મૉડેલ :- પાણી પ્રદુષણ મોડેલ

આ વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારિત વૈજ્ઞાનિક મોડેલ બનાવવાની સ્પર્ધા સ્પર્ધકો માં વૈજ્ઞાનિક અભિગમ કેળવે, વિજ્ઞાનમાં રસ રુચી કેળવે, વૈજ્ઞાનિક મહત્વ સમજે અને સમજાવે, એ મુખ્ય હેતુ હતો. આ સેમીનારને સફળ બનાવવા તમામ સ્કૂલનાં આચાર્યો, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમ એલ. એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text