થોમસ માનસિક કમજોર બાળક હતો, માતાએ તેને મહાન વૈજ્ઞાનિક બનાવ્યો છે : થોમસ આલ્વા એડિસન

- text


બલ્બની શોધ કરી દુનિયામાં રોશની લાવનાર થોમસ આલ્વા એડિસનનો આજે જન્મદિવસ

બલ્બની શોધ કરી દુનિયામાં રોશની લાવનાર થોમસ આલ્વા એડિસનનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1847ના રોજ અમેરિકાના ઓહિયોના મિલાનમાં થયો હતો. જયારે તેમનો ઉછેર અમેરિકાના મીશીગન નામના શહેરમાં થયો હતો. તેમના પિતા કેનેડિયન અને માતા ન્યુયોર્કર હતા. થોમસ એ 7 બાળકોમાં સૌથી નાના હતા.

થોમસ આલ્વા એડિસનની માતાનો પુત્રપ્રેમ

થોમસ આલ્વા એડિસન સ્કુલમાં હતા. તેઓ કલાસમાં હંમેશા બેધ્યાન રહેતા. એક વખત તેમની વિચારશક્તિને તેમના શિક્ષકે ‘સડેલી’ કહી. તેમના શિક્ષકે એક ચિઠ્ઠી આપી અને તે ચિઠ્ઠી તેની માતાને આપવા કહ્યું. થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે આ ચિઠ્ઠી તારા માતાને આપજે.

ચિઠ્ઠી ખોલીને એડિસનની માતાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે? શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં? ત્યારે તેમની માતાએ કહ્યું, આમાં એમ લખ્યું છે કે, “તમારો પુત્ર ખુબ જ સમજદાર છે. અમારા ખ્યાલથી અમારી સ્કૂલ તમારા જીનિયસ બાળકના પ્રમાણમાં ખુબ જ નાની છે અને અમારે ત્યાં એટલા નિષ્ણાત શિક્ષકો નથી. જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે.”

થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું. જો કે ત્યાં સુધીમાં થોમસ અલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક બની ગયા હતા.

- text

માતાના મૃત્યુ બાદ થોમસ એક દિવસ માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. તેમને બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પર જાય છે જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતું.

એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેઓ આશ્ચર્ય પામ્યા. કારણ કે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “તમારો પુત્ર માનસિક રીતે ખુબ જ કમજોર છે. અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે. અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ. મહેરબાની કરીને તમે તેને ઘર પર જ ભણાવજો ” આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબ જ રડ્યા.

તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે “થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતો. જેને તેની માતાએ એક મહાન વૈજ્ઞાનિક બનાવ્યો છે.”

સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ થોમસ ઘરેથી જ ભણતા હતા. અને એક દિવસ પછી તેમને બલ્બની શોધ કરીને દુનિયાને ઝગમગતી કરી. થોમસ એડિસન માત્ર બલ્બના લીધે જ જાણીતા નથી પણ બલ્બની સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર જેવી મૂલ્યવાન ભેટ તેમણે દુનિયાને આપી છે. થોમસ આલ્વા એડિસનનું નિધન 18 ઓક્ટોબર, 1931ના રોજ તેમના ઘરે થયું અને દુનિયાએ એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા.

 

- text