ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને લાખેણી સહાય આપતા મોરબીના આગેવાનો

- text


અગ્રણી ઉદ્યોગપતિ અજય લોરિયા દ્વારા એક-એક લાખ અને સીરામીક એસો. દ્વારા પ્રત્યેક પરિવારને 3.80 લાખની સહાય અર્પણ

મોરબી : પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં બિહાર રેજીમેન્ટના 20 જવાનો શહીદ થતા વીર શહીદ પરિવારજનોને મદદરૂપ થવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સીરામીક એસો. દ્વારા હૈદરાબાદ ખાતે રોકડ સહાય અર્પણ કરવામાં આવી હતી.

લદ્દાખ સરહદે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જાન્યુઆરી માસમાં ગલવાન સરહદે ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થતા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા હૈદરાબાદ ખાતે બિહાર રેજિમેન્ટ ડે ના ઉપલક્ષમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા બિહાર રેજીમેન્ટના 12 જવાનોના પરિવારજનોને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ તકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અજયભાઇ લોરિયા દ્વારા નવ પરિવારોને એક-એક લાખ રોકડ સહાય અર્પણ કરી હતી તેમજ મોરબી સીરામીક એસોશિએશન દ્વારા 12 શહીદ પરિવારોને પ્રત્યેકને રૂ.3.80 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અજયભાઇ લોરિયા, નરેન્દ્રભાઈ સંઘાત, દીપેશ દલસાણીયા, પરેશ ઘોડાસરા, ફેનીલ લોરિયા, મહેશ ભોરણીયા, દિવ્યકાંત પડસુમ્બીયા અને હરભુદાન ગઢવી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

- text