પાલિકા-પંચાયતના ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ હજુ અવઢવમાં !! દાવેદારોમાં ઉચાટ

- text


હે…મારુ શું થશે,,,ગઈકાલે બપોરે ઉમેદવારોની યાદી જાહેર થવાને બદલે આજે પણ નામ ફાયનલ ન થતા ભાવિ મુરતિયાઓમાં ઉચાટ

મોરબી : મોરબી સહીત સમગ્ર રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની જાહેરાત થઇ હતી પરંતુ નવા નિયમોનો અમલ કરી બનાવાયેલ યાદીને લઈ ભાજપમાં કૂકરી ગાંડી થઇ હોવાના સંકેત વચ્ચે આજે પણ યાદી જાહેર ન થતા અનેક મુરતિયાઓ મારુ શું થશેની ચિંતામાં ઉચાટ અનુભવી રહ્યા છે.નોંધનીય છે કે ગઈકાલે બપોરથી લઈ મોડી રાત્રી સુધી ભાજપ કાર્યાલય ધમધમતા રહ્યા હતા પરંતુ ઉમેદવારોની યાદી અંગે કોઈપણ નેતા મગનું નામ મારી નથી પાડતા.

- text

આગામી તા.28ના રોજ યોજાનારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તા.10 ફેબ્રુઆરીએ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવાનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેર કરી ગઈકાલે આ અંગે પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં 2 લાખ જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો અને સાંજ સુધીમાં તમામ ઉમેદવારોની ઘોષણા કરાશે તેવું પણ ભાજપ દ્વારા જાહેર કરાયું હતું. પરંતુ, કોઈપણ કારણોસર ઉમેદવારોના નામ જાહેર ન થતા અનેક ભાવિ ઉમેદવારો રીતસર ઉચાટ અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ઉમેદવાર પસંદગીમાં એક વ્યક્તિ એક જ હોદ્દો, 60 વર્ષની વયમર્યાદા અને ત્રણ ટર્મવાળા નવા નિયમને કારણે અનેક ટિકિટ વાંચ્છુઓના નામ કેટ થઇ જતા ભાજપની ઉમેદવાર પસંદગીની યાદી વિલંબમાં પડી હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

- text