મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

- text


મૃતકના સાળાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવી ફરિયાદ

મોરબી : મોરબી-માળીયા હાઇવે ઉપર અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેમૃતકના સાળાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાનવા બસસ્ટેન્ડ સરદારબાગ પાસે રહેતા દિનેશભાઇ પંડાભાઇ પટેલ (ઉ.વ.૧૯) એ અજાણ્યો વાહન ચાલક સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૦ ના રોજ મોરબી માળીયા હાઇવે ઉપર ચંગાલપીર ની દરગાહ સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરીયાદીના બનેવી દિપકુમારને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text